એક્શન, મસાલા અને કોમિક ટાઇમિંગથી ભરપૂર ‘હાઉસફુલ 5’ નું મજેદાર ટ્રેલર રિલીઝ

Chintan Gohil

બૉલીવૂડની સુપરહિટ કૉમેડી ફ્રેન્ચાઇઝીમાંની એક અક્ષય કુમાર-અભિષેક બચ્ચન અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ હાઉસફુલ 5 નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ વખતે ફિલ્મમાં, ક્રૂઝ પર એક હત્યાનું રહસ્ય ઉકેલવામાં આવશે, જેના માટે એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ જોલીઓનું નામ લેવામાં આવ્યું છે, જે મિલકતના લોભમાં પહેલા આગળ આવે છે. આ ટ્રેલરમાં સોનમ બાજવા પણ છવાઈ ગઈ છે. ટ્રેલર ખૂબ જ રસપ્રદ અને રમુજી છે. ટ્રેલરની શરૂઆત એક ક્રુઝ શીપથી થાય છે. આ શીપ પર એક અબજોપતિ રણજીત પોતાના 101મા જન્મદિવસની પાર્ટીનું આયોજન કરે છે. આ પાર્ટીમાં ઘણા લોકો આવે છે. બધા આવ્યા પછી, તે જોલીને તેની સંપત્તિનો વારસદાર જાહેર કરે છે. પણ લોકો મૂંઝવણમાં છે કે જોલી કોણ છે?

https://www.youtube.com/watch?v=xGQuT1wm2qk

જોવા મળશે મલ્ટી-સ્ટારર ટીમ

હાઉસફુલ 5 માં એક મલ્ટી-સ્ટારર ટીમ જોવા મળશે, જેમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ, સંજય દત્ત, જેકી શ્રોફ, જેકલીન ફર્નાન્ડીઝ, નરગીત ફખરી, સોનમ બાજવા, બોબી દેઓલ, શ્રેયસ તલપડે, ચિત્રાંગદા સિંહ, જોની લીવર, ચંકી પાંડે અને નાના પાટેકર સહિત ઘણા મહાન સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 6 જૂને સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *