બ્રિટન : ફૂટબોલ મેચમાં જીતની ઉજવણી કરી રહેલ લોકો પર ચડાવી દીધી કાર

Chintan Gohil

બ્રિટનના લિવરપૂલ શહેરમાં એક શખસે પોતાની કાર જશ્ન મનાવી રહેલા ફૂટબોલ ફેન્સ પર ચડાવી દીધી હતી. પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીત બાદ વિક્ટરી પરેડનું આયોજન કરાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. આ દરમિયાન ભીડની અંદર એક શખ્સે પોતાની કાર જશ્ન મનાવી રહેલા લોકો પર ચડાવી દીધી હતી.

આ બનાવમાં 40થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જે પૈકી 27 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ચાહકો પ્રીમિયર લીગમાં લિવરપૂલ ફૂટબોલ ક્લબની જીતની ઉજવણી માટે વિજય પરેડ કાઢી રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે વોટર સ્ટ્રીટ પર એક કારે ઘણા રાહદારીઓને ટક્કર મારી હતી. 53 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પરેડમાં લગભગ 10 લાખ લોકોએ ભાગ લીધો હતો.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *