IPL 2025 : રાજસ્થાને CSKને 6 વિકેટે હરાવ્યું

Chintan Gohil

આઇપીએલ 2025ની 62મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ રાજસ્થાન રોયલ્સ 6 વિકેટથી જીતી હતી. ટોસ જીત્યા બાદ રાજસ્થાને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 4 વિકેટ ગુમાવી 17.1 ઓવરમાં 188 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો અને મેચ 6 વિકેટથી પોતાના નામે કરી લીધી હતી.

188 રનના લક્ષ્યાંકના જવાબમાં રાજસ્થાન તરફથી યશસ્વીએ 19 બોલમાં 36 રન બનાવ્યા હતા. જ્યારે વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તો સંજુ સેમસને 41 રનની ઈનિંગ રમી હતી. આ સિઝનમાં રાજસ્થાનની આ છેલ્લી મેચ હતી. જોકે તેણે જીત સાથે સિઝનમાંથી વિદાય લીધી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *