સુરત શહેરમાં 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટ્યુશન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની અરજીને મંજૂરી મળી ગઈ છે. 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો) ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે.
મળતી માહિતી મુજબ, સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષની ટ્યુશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ રાખ્યો હતો. તે બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા. જોકે, પોલીસે બંનેને શોધી કાઢ્યા હતા. શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી કરી હતી. શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા ગાયનેક ડોકટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી હતી.