ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા હતા.આ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી ગયો છે. એવામાં વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ કરીને વિવિધ જાણકારી આપી છે.
જનરલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું, કે મધ્ય રાત્રિએ પાકિસ્તાની સેનાએ ભારતીય એરસ્પેસનો ઉલ્લંઘન કર્યો અને નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને 36 સ્થાનો પર 300થી 400 ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ મોટા ભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. ડ્રોનના કાટમાળની તપાસ કરવામાં આવી રહી છે, જોકે પ્રાથમિક જાણકારી અનુસાર આ ડ્રોન તુર્કીયેના છે.જનરલ સોફિયા કુરેશીએ સાથે એ પણ જણાવ્યું કે, ભારત પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહ્યું છે.
પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના અમુક જવાન ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય સેનાએ જણાવ્યું છે કે પાકિસ્તાન તેના નાગરિક વિમાનોને ઢાલ બનાવીને ઉપયોગ કરી રહ્યું છે. સરહદ નજીક ભારતના એરસ્પેસમાં કોઈ નાગરિક વિમાને ઉડાન નથી ભરી, પરંતુ પાકિસ્તાનના એરસ્પેસમાં નાગરિક વિમાનો ઉડાન ભરી રહ્યા હતા.