ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ગભરાયેલું છે. પહેલગામ હુમલાનો બદલો લેવા માટે, પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ કરીને અસફળ હુમલા કરવાનો પ્રયાસ કર્યો, જેને ભારતની સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા હતા.
પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી બાદ, ભારતે વળતો જવાબ આપ્યો અને તેના ઘણા શહેરોને હચમચાવી નાખ્યા હતા. તેવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ કર્મચારી અને અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.અગાઉ પોલીસ,મહેસુલ વિભાગના કર્મચારીઓ અને હવે રાજ્યના શિક્ષકોની રજા રદ કરી દેવામાં આવી છે.
જ્યારે રજા પર ગયેલા રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને આપવામાં આવી છે. જેમાં અધિકારી-કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.