જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે રાત્રે 1 વાગ્યા બાદ પાકિસ્તાન પર મોટો પ્રહાર કર્યો હતો. મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને તબાહી મચાવી હતી. ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં કુલ 9 જગ્યાએ એર સ્ટ્રાઈક કરી આતંકીઓના ઠેકાણા તબાહ કરી દીધા હતા. જેમાં આશરે 30થી વધુ આતંકીઓ ઠાર કરવામાં આવ્યા છે.
https://x.com/brajeshlive/status/1919872911990571285
‘ઓપરેશન સિંદૂર’ પર PM મોદીએ આખી રાત ‘ઓપરેશન સિંદૂર’ પર નજર રાખી હતી. ભારતીય સેનાએ બુધવારે સવારે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (POK) માં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો. આ હુમલો ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ટોચના નેતાઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી તાજેતરના બર્બર પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાએ સાથે મળીને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું અને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી છાવણીઓનો સફળતાપૂર્વક નાશ કર્યો.