કાલે ધોરણ 12 વિજ્ઞાન-સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થવાની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.ત્યાર ગુજરાત ઉચ્ચરતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે.આવતીકાલે એટલે કે, સોમવારે ધોરણ 12નું પરિણામ જાહેર થશે.આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે.

https://x.com/kuberdindor/status/1919003720014049423

જેની જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ-2025 અને સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ તા.5/5/2025 ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે તથા WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *