રાહુલ ગાંધીને હિન્દુ ધર્મમાંથી બહાર કાઢો, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી હવે હિન્દુ ધર્મનો ભાગ નથી. તેઓએ તેમને જાહેરમાં હિન્દુ ધર્મમાંથી બહિષ્કૃત કરવાની જાહેરાત કરી છે.

શંકરાચાર્યએ કહ્યું કે આજથી રાહુલ ગાંધીને હિન્દુ ધર્મનો સભ્ય ન માનવા જોઈએ. રાહુલ ગાંધીએ સંસદમાં મનુસ્મૃતિ અંગે નિવેદન આપ્યું હતું. શંકરાચાર્યએ કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં કહે છે કે બળાત્કારીને બચાવવાનું સૂત્ર બંધારણમાં નહીં પણ તમારા પુસ્તક એટલે કે મનુસ્મૃતિમાં લખાયેલું છે. આ અંગે શંકરાચાર્યે રાહુલ ગાંધી પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ સંદર્ભમાં તેમને એક પત્ર પણ મોકલવામાં આવ્યો હતો પરંતુ ત્રણ મહિના પછી પણ રાહુલ ગાંધી તરફથી કોઈ જવાબ આવ્યો નથી. હવે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જાહેરમાં હિન્દુ ધર્મમાંથી હકાલપટ્ટીની જાહેરાત કરી છે.

રાહુલ ગાંધીનો મંદિરોમાં વિરોધ થવો જોઈએ

શંકરાચાર્યએ કહ્યું કે, ‘જ્યારે કોઈ વ્યક્તિ સતત હિન્દુ ધર્મગ્રંથોનું અપમાન કરે છે અને સ્પષ્ટીકરણ આપવાથી બચે છે, તો તેને હિન્દુ ધર્મમાં સ્થાન ન આપી શકાય. હવે રાહુલ ગાંધીનો મંદિરોમાં વિરોધ થવો જોઈએ અને પુજારીઓને અપીલ છે કે તેઓ તેમની પુજા ન કરે કારણ કે તેઓ પોતે હિન્દુ કહેવાના અધિકારી નથી.’

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *