અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં ગુજરાતની ટીમે હૈદરાબાદને 38 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાત પ્લેઓફ તરફ આગળ વધ્યુ છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 224 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવી શક્યું હતું.
ગુજરાતના 14 પોઇન્ટ
આ જીત સાથે ગુજરાત 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે 76 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે જોસ બટલર 64 રન બનાવીને આઉટ થયો હતો. સાઈ સુદર્શને 48 રનની ઇનિંગ રમી. SRH માટે જયદેવ ઉનડકટે 3 વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ 74 રન, હેનરિક ક્લાસેને 23 રન બનાવ્યા. ગુજરાત માટે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે-બે વિકેટ લીધી હતી.