જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતની ત્રણેય સેનાઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. પાકિસ્તાનને ભારત તરફથી ગમે ત્યારે હુમલો કરવામાં આવશે તેવો ડર છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ભારત સુરક્ષા દૃષ્ટિકોણથી 30 એપ્રિલથી 3 મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં એક વિશાળ નૌકાદળ કવાયત કરી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ સામે યુદ્ધ જહાજોને સતર્ક રાખવામાં આવ્યા છે.
એકતરફ ભારત સરકારે સેનાને તમામ પ્રકારની છૂટ આપી છે, તો બીજીતરફ પાકિસ્તાન પણ યુદ્ધના ભયથી એલર્ટ થઈ ગયું છે. ભારતીય નૌકાદળે સુરક્ષાના ભાગરૂપે ગઈકાલથી ગુજરાતના તટ નજીક મોટાપાયે સૈન્ય અભ્યાસ શરૂ કરી દીધો છે. આ સૈન્ય અભ્યાસ 30 એપ્રિલથી ત્રણ મે સુધી ચાલશે. આ દરમિયાન કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિને લઈ યુદ્ધજહાજોને એલર્ટ પર રખાયા છે.
https://x.com/ANI/status/1917839277427417305
તાજેતરમાં, ભારતીય નૌકાદળે તેના યુદ્ધ જહાજોમાંથી અનેક એન્ટી-શિપ મિસાઇલો છોડીને લાંબા અંતરના ચોકસાઇ હુમલા માટે તેની તૈયારી સફળતાપૂર્વક સાબિત કરી. હવે ભારતીય નૌકાદળ વિવિધ કવાયતોમાં રોકાયેલું છે જેમાં મિસાઇલ ફાયરિંગ અને યુદ્ધ કવાયતનો સમાવેશ થાય છે.