૧ મે ૨૦૨૫ ને ગુરુવારના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજાઈ રહી છે. આ અન્વયે અમદાવાદ શહેરનાં જિલ્લા રજીસ્ટ્રાર અને સહકારી મંડળીઓના સહયોગથી શહેરના જાણીતા મંદિર પ્રેરણાતિર્થ દેરાસર અને ઇસ્કોન મંદિર ખાતે સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લા રજીસ્ટ્રાર ઉનન્તીબેન પંડ્યા અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો.
સાથે સહકારી મંડળી તરફથી નવજીવન નાગરીક કો.ઓપ ક્રેડિટ એન્ડ સપ્લાય સોસાયટી લી, મંગલ નવકાર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને જય શ્રી સિદ્ધિવિનાયક કો. ઓપરેટિવ ક્રેડિટ એન્ડ સપ્લાય કો ઓપરેટિવ સોસાયટી લીના સહયોગથી સફાઈ કામગીરીનો પ્રોગ્રામ રાખેલ હતો. જેમાં વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર, જોધપુર વોર્ડના કોર્પોરેટર પ્રવિણાબેન પટેલ અને અમદાવાદ જિલ્લા સહકારી સંઘનાં ડિરેક્ટર રજની ચૌહાણ હાજર રહ્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકારથી સમૃધ્ધી” સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ” જાહેર કરવામાં આવેલ છે. જેની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમીતે અમદાવાદ જિલ્લામાં જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ ધાર્મિક સ્થળોની સફાઇ અભિયાન કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત દરેક ગ્રામ પંચાયત કક્ષાએ પ્રાથમીક મંડળીઓ દ્વારા પણ સફાઇ અભિયાન હાથ ધરી આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં વ્યાપક પ્રમાણમાં લોકો જોડાય અને સહકારીતાનો સમાજમાં ફેલાવો થાય તેમજ મહાત્મા ગાંધીના “સ્વચ્છતા એ જ સેવા”નો મંત્ર ફળીભુત થાય તે માટે સહકારી સભાસદો અને જન સામાન્ય લોકોને સફાઇ અભીયાનમાં જોડાવા સહકારી સંસ્થાઓ તેમજ તંત્ર દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.