સાજિદ નડિયાદવાલાની ‘Housefull-5’ નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. હાઉસફુલ ફ્રેન્ચાઈઝીની આ 5મી ફિલ્મ છે, હાઉસફુલ 2010માં રિલીઝ થઈ હતી. ત્યારે ફિલ્મના 15 વર્ષ પૂરા થતા આ ફ્રેન્ચાઈઝીની 5મી ફિલ્મ હાઉસફુલ-5નું ટીઝર લોન્ચ કરાયુ છે.1 મિનિટ 16 સેકન્ડના ટીઝરમાં સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો છે. 15થી વધુ કલાકારો અને એક માસ્ક પહેરલ ખુની ધરાવતી આ કોમેડી મર્ડર મિસ્ટ્રી ફિલ્મની દર્શકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.
https://www.youtube.com/watch?v=e2eX1HGeBFE
સાજિદ નડિયાદવાલાની ફિલ્મના 76 સેકન્ડના ટીઝરમાં 18 કલાકારની ઝલક બતાવવામાં આવી છે. દરેક સ્ટાર્સ તેના અલગ અંદાજમાં જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી ક્રૂઝ પર વણાયેલી છે, જ્યાં મોજ-મસ્તી ચાલતી હોય છે. ખરો વળાંક એક મર્ડર પછી આવે છે. ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વખતે ક્રૂઝ પર ખૂની ખેલ ખેલાવવાનો છે. ફિલ્મની સ્ટોરી આ મર્ડર મિસ્ટ્રીની આસપાસ જ ફરે છે.
ફિલ્મમાં આ સ્ટાર્સ જોવા મળશે
ટીઝરમાં અક્ષય કુમાર પછી રિતેશ દેશમુખની એન્ટ્રી થાય છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ છે. બંનેના દેખાવમાં પહેલાં જેવા જ લાગી રહ્યા છે. ફિલ્મમાં જેક્લિન ફર્નાન્ડિઝ, સોનમ બાજવા, નરગિસ ફખરી ગ્લેમર ઉમેરશે. ફિલ્મમાં ચંકી પાંડે, જોની લિવર, રણજિત, જેકી શ્રોફ અને સંજય દત્ત ફિલ્મને કોમેડી બનાવશે. ટીઝરમાં સૌથી વધુ લાઇમલાઇટ નાના પાટેકરે લૂંટી છે. આ સિવાય ફિલ્મમાં ફરદીન ખાન, શ્રેયસ તલપડે, ચિત્રાંગદા સિંહ, ડીનો મોરિયા, સૌંદર્યા શર્માની એન્ટ્રી થઈ છે.