સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી, બિમાર અને ખતરનાક શ્વાનને મારવા પર વિચાર કરો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

રખડતા કૂતરાઓના વધતા આતંક મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતાં કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. દેશમાં કૂતરા કરડવાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કોર્ટે જણાવ્યું છે કે હડકવાથી સંક્રમિત અથવા અત્યંત ખતરનાક કૂતરાઓ સામે કાયદા મુજબ જરૂરી હોય તો યુથેન્શિયા એટલે કે દયા મૃત્યુ જેવા પગલાં લેવામાં આવી શકે છે.આજ રોજ સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અરજીઓમાં એવો નિર્દેશ માંગવામાં આવ્યો હતો કે હોસ્પિટલો, બસ સ્ટેન્ડ, સ્કૂલો વગેરે જેવા જાહેર સ્થળોએથી પકડાયેલા કૂતરાઓને નસબંધી (વેક્સિનેશન) પછી તે જ વિસ્તારમાં પાછા છોડવામાં ન આવે.

કોર્ટે આ અંગે સુનાવણી દરમિયાન બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.કોર્ટે એ પણ નોંધ્યું હતું કે એકલા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં જ એક મહિનાની અંદર 1,084 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, જેમાં તેમના ચહેરા પર ગંભીર ઊંડા ઘાનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 200,000 કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા.

 

Share This Article