સુરત શહેરમાં ગુનેગારો બેફામ, ભાજપના યુવા નેતાની હત્યાથી ચકચાર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે.

ઉધના રોડ નંબર 6 પાસે ડીંડોલ વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. જય દલાલના માતા જયશ્રીબેન દલાલને ધારાસભ્ય સંગીતા પાટીલના નજીકના માનવામાં આવે છે અને તેઓ એક સક્રિય મહિલા આગેવાન છે. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી રહી છે. પરિજનો હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે. ભાજપ નેતાની હત્યાથી સ્થાનિક રાજકીય વર્તૂળમાં ખળભળાટ મચ્યો છે.

Share This Article