ભારતની સુરક્ષા ક્ષમતાને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે સ્વદેશી પરમાણુ સબમરીન INS અરિદમન આજે ભારતીય નૌસેનામાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે આ મહત્વપૂર્ણ સમાવેશ કરવામાં આવ્યો હતો. દરિયાઈ શક્તિની દ્રષ્ટિએ આ ભારત માટે એક મોટું પગલું માનવામાં આવે છે. આ ભારતની ત્રીજી સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ બેલિસ્ટિક સબમરીન છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે INS અરિદમનને નૌકાદળમાં સામેલ કરતા પહેલા X પર એક સંદેશ પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં, સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, “અરિદમન એક શબ્દ નથી, તે એક શક્તિ છે.”
https://x.com/Madhurendra13/status/2040025911177932890?s=20
INS અરિદમન ભારતની ત્રીજી સ્વદેશી રીતે નિર્મિત પરમાણુ બેલિસ્ટિક સબમરીન (SSBN) છે, જે અરિહંત શ્રેણીનો ભાગ છે. આ સબમરીન લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં રહી શકે છે અને જરૂર પડે ત્યારે દુશ્મન પર અચાનક પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અંદાજે 3500 કિલોમીટર સુધી પરમાણુ મિસાઈલ પ્રહાર કરી શકે છે, જે ભારતની સુરક્ષા માટે એક મજબૂત ઢાલ સમાન છે.
આ માત્ર એક સબમરીન નથી, પરંતુ પાણીની નીચે છુપાયેલો એવો શક્તિશાળી યોદ્ધા છે જે ભારતની નો-ફર્સ્ટ-યુઝ પરમાણુ નીતિને સુરક્ષા કવચ પૂરું પાડે છે.ભારત હવે એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે ન્યુક્લિયર ટ્રાયડ (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) છે. INS અરિદમન અરિહંત શ્રેણીની ત્રીજી પરમાણુ સબમરીન (SSBN) છે, જે લાંબા સમય સુધી સમુદ્રના પેટાળમાં છુપાઈને દુશ્મન પર પ્રહાર કરી શકે છે.