અયોધ્યામાં રામનવમી પર રામલલ્લાને ‘સૂર્યતિલક’, 14 પૂજારીઓની હાજરીમાં વિશેષ પૂજા

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે એક અદભૂત અને અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ‘સૂર્યતિલક’ થયું. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્યતિલક છે, જેમાં સૂર્યના કિરણો સીધા પ્રભુના લલાટ પર પડ્યા હતા.

સૂર્ય તિલક સાથે જ રામલલ્લાનો જન્મ થયો હતો. આ દરમિયાન, ગર્ભગૃહમાં 14 પૂજારી હાજર હતા. વિશેષ પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. સૂર્ય તિલક પછી, રામલલ્લાના મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા.સૂર્ય તિલક માટે 20 અષ્ટધાતુ પાઈપોનો ઉપયોગ કરીને 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. તેમાં ચાર લેન્સ અને ચાર મિરર દ્વારા ગર્ભગૃહ સુધી રામલલ્લાના લલાટ પર સૂર્ય કિરણો ઝળહળતા કરાયા હતા.ભક્તોમાં આ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

રામનવમીના પવિત્ર અવસરે પીએમ મોદીએ ભગવાન શ્રી રામલલાની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત ભવ્ય ‘સૂર્યતિલક’ના દિવ્ય દ્રશ્યોના તેઓ સાક્ષી બન્યા હતા. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણને નિહાળી પીએમ મોદીએ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી હતી.

Share This Article