ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વધ્યું તો ક્રૂડ ઓઈલ $200 પાર? પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનની ચેતવણી

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી છે. આ તણાવનો સીધો અસર વૈશ્વિક ઊર્જા બજાર પર જોવા મળી રહ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ વધી ને લગભગ 119 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા વધી ગઈ છે.

ક્રૂડના વધતા ભાવનો સીધો અસર પેટ્રોલ અને ડીઝલના દર પર પડી રહ્યો છે. ખાસ કરીને ભારત જેવા દેશોમાં, જ્યાં મોટાભાગનું તેલ આયાત કરવામાં આવે છે, ત્યાં સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર વધવાની શક્યતા છે.
તે સિવાય, વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર પ્રભાવિત થવાના કારણે LPG ગેસ સપ્લાય પર પણ અસર પડી રહી છે. અંદાજ મુજબ, વિશ્વની કુલ ઊર્જા સપ્લાયમાંથી લગભગ 15 થી 20 ટકા સપ્લાય ખોરવાઈ ચૂકી છે, જે વધુ ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે.

ચોંકાવનારી ચેતવણી

આ વચ્ચે, ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જો ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનું યુદ્ધ એક મહિનાથી વધુ સમય સુધી ચાલશે, તો ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે.

ક્રૂડ ઓઈલના ભાવ 200 ડોલર પ્રતિ બેરલ પહોંચવાની સંભાવના

તેમના મુજબ, ક્રૂડ ઓઈલના ભાવ 150 ડોલરથી વધીને 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આવી પરિસ્થિતિ ઊભી થાય તો માત્ર ઊર્જા બજાર જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસર પડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે જો સપ્લાયમાં ઘટાડો ચાલુ રહેશે, તો માંગ ઘટાડવા માટે ‘ડિમાન્ડ ડિસ્ટ્રક્શન’ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જે આખી દુનિયાને આર્થિક મંદી (Global Recession) તરફ ધકેલી શકે છે.સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો સ્પષ્ટ છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલું આ તણાવ જો લાંબું ચાલશે, તો તેનો પ્રભાવ માત્ર તેલના ભાવ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર માટે મોટું સંકટ ઊભું કરી શકે છે.

Share This Article