સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરુમમાં બે યુવતીના મૃતદેહ મળતા ચકચાર

Chintan Suthar

સુરત શહેરમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતીઓના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસની ટીમ તરત જ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ,ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ સવારે કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીઓની ઓળખ 18 વર્ષીય રોશની શરદ શિરસાઠ અને 20 વર્ષીય જોસના અતુલ ચૌધરી તરીકે થઈ છે. કોલેજ ગયા બાદ બંને યુવતીઓ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતિત પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો સતત ફોન કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળી રહ્યો નહોતો. અંતે, મંદિર પરિસરના બાથરૂમમાંથી બંનેની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.

યુવતીઓ પાસેથી મળેલા મોબાઈલમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ChatGPT પર સર્ચ કર્યું હતું કે ‘How to commit suicide’. સાથે જ બાથરુમમાંથી પોલીસને બાથરૂમમાંથી શંકાસ્પદ ઝેરના પડીકા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સામગ્રીને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *