ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં (Gujarat police) મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી પ્રતિક્ષામાં રહેલી બદલીઓ અને બઢતીઓનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય.
આ બદલીઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મુખ્ય શહેરો સહિત વિવિધ રેન્જ આઈજી અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે.આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
જુઓ નવી નિમણૂકની આખી યાદી
- સમશેર સિંઘ: ડાયરેક્ટર સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડ (DG) તરીકે નિમણૂક.
- અશોક યાદવ: IG CID ઇન્ટેલિજન્સ (IB) ગાંધીનગરના વડા તરીકે બદલી.
- નિર્લિપ્ત રાય: રાજકોટ રેન્જ IG/DIG તરીકે નિમણૂક.
- રાઘવેન્દ્ર વત્સ: અમદાવાદ રેન્જ IG તરીકે નિમણૂક.
- ગગનદીપ ગંભીર: IG સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) તરીકે બદલી.
- ગૌતમ પરમાર: IG CID ક્રાઈમ, ગાંધીનગર તરીકે નિયુક્તિ.
- પરીક્ષિતા રાઠોડ: બનાસકાંઠા રેન્જ IG તરીકે નિમણૂક.
- રાજેન્દ્ર અસારી: ભાવનગર રેન્જ IG તરીકે બદલી.
- વિધિ ચૌધરી: DIG પંચમહાલ-ગોધરા રેન્જ તરીકે બદલી.
- રાજેન્દ્રસિંહ ચુડાસમા: DIG જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક.
- નિલેશ ઝાઝડીયા: JCP વડોદરા શહેર (ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડર) તરીકે બદલી.
- બિપીન આહિરે: IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (સાયબર સેલ) તરીકે નિમણૂક.
- પી.એલ. મલ: એડિશનલ ડાયરેક્ટર, ACB અમદાવાદ તરીકે બદલી.
- દીપક મેઘાણી: જોઇન્ટ ડાયરેક્ટર, ACB તરીકે નિમણૂક.
- એન.એન. ચૌધરી: IG ઇન્ટેલિજન્સ-2, ગાંધીનગર તરીકે મુકાયા.
- લીના પાટીલ: પ્રિન્સિપાલ, ગુજરાત પોલીસ એકેડમી (તાલીમ શાળા), કરાઈ.
- એ.જી. ચૌહાણ: JCP ટ્રાફિક, અમદાવાદ શહેર તરીકે બદલી.
- મહેન્દ્ર બગરિયા: એડિશનલ કમિશનર ઓફ પોલીસ (JCP), સુરત તરીકે બદલી.
- બલરામ મીણા: સ્પેશિયલ કમિશનર (એડિશનલ CP), સુરત તરીકે નિમણૂક.
- કરણરાજ વાઘેલા: એડિશનલ કમિશનર (JCP) ક્રાઇમ, સુરત તરીકે બદલી.
- એસ.વી. પરમાર: એડિશનલ કમિશનર (JCP) ટ્રાફિક, સુરત તરીકે નિમણૂક.
- ડૉ. તરૂણ દુગ્ગલ: એડિશનલ કમિશનર (ADCP) એડમિન, અમદાવાદ શહેર.
- ચૈતન્ય માંડલિક: એડિશનલ કમિશનર (ADCP) ક્રાઈમ અને ટ્રાફિક, રાજકોટ શહેર.
- આર.ટી. સુસરા: એડિશનલ કમિશનર (ADCP) સ્પેશિયલ બ્રાન્ચ, અમદાવાદ.
- સુધીર દેસાઈ: એડિશનલ કમિશનર, વડોદરા શહેર તરીકે બદલી.
- સરોજ કુમારી: DIG જેલ, વડોદરા તરીકે નિમણૂક.
- આર.પી. બારોટ: DIGP જેલ, અમદાવાદ તરીકે બદલી.
- જી.એ. પંડ્યા: DIGP જેલ, રાજકોટ તરીકે નિમણૂક.
- હિતેશ જોયસર: DIG ઇન્ટેલિજન્સ-1 (IB), ગાંધીનગર તરીકે પોસ્ટિંગ.
- કે.એન. ડામોર: IG CID ક્રાઇમ, ગાંધીનગર તરીકે બદલી.
- મકરંદ ચૌહાણ: DIG (કાયદો અને વ્યવસ્થા), ગાંધીનગર તરીકે બદલી.
- વિશાલ વાઘેલા: DIG સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) તરીકે નિમણૂક.
- સુધા પાંડે: DIGP હથિયારી એકમ, વડોદરા તરીકે જવાબદારી.
- સુજાતા મજમુદાર: DIGP હથિયારી એકમ, ગાંધીનગર તરીકે બદલી.
- એ.એમ. મુનિયા: DIGP કોસ્ટલ સિક્યુરિટી તરીકે નિમણૂક.
- મયુર પાટીલ: DCP ઝોન-8, અમદાવાદ તરીકે બદલી.
- વાબાંગ ઝમીર: હાલ ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’ તરીકે રાખવામાં આવ્યા છે.