ખામેનેઈના મોત બાદ અલીરેઝા અરાફી બન્યા ઈરાનના વચગાળાના સુપ્રીમ લીડર

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

તેહરાનમાં એક અત્યંત મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે. ઇઝરાયલના ભીષણ લશ્કરી હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ, ઈરાનના વહીવટી તંત્રે દેશની સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે આયતુલ્લાહ અલીરેઝા અરાફીને વચગાળાના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

ખામેનેઈના મોત બાદ ઈરાને તેના બંધારણનો આર્ટિકલ 111 લાગુ કર્યો હતો જેમાં ઇમરજન્સી લીડરશિપ વ્યવસ્થાની જોગવાઈ છે, જેમાં સુપ્રીમ લીડરની સત્તા ત્રણ સભ્યોની એક કાઉન્સિલ પાસે આવી જાય છે. નવો અને સ્થાયી સુપ્રીમ લીડર ન નીમાય ત્યાં સુધી આ કાઉન્સિલ સત્તા સંભાળે છે. અરાફીની નિમણૂક આ કાઉન્સિલના જ્યૂરિસ્ટ મેમ્બર તરીકે થઈ છે.

અરાફી હવે રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન અને ચીફ જસ્ટિસ સાથે મળીને શાસનવ્યવસ્થા સંભાળશે. આમ તો અરાફી કાઉન્સિલના ત્રણ સભ્યો પૈકી એક છે, પણ મૌલવી હોવાના કારણે અને સુપ્રીમ લીડરનું પદ માત્ર મૌલવીઓ પાસે જ રહેતું હોવાના કારણે આપોઆપ તેમની શક્તિઓ વધી જાય છે.અરાફી અગાઉ ઈરાનની શાસનવ્યવસ્થામાં અગાઉ પણ અગત્યનાં પદ પર રહી ચૂક્યા છે અને ખામેનેઈના નજીકના માણસ માનવામાં આવે છે.

Share This Article