જય હિંદ, જય ભારત..રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરી

Chintan Suthar

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે જેસલમેર એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ‘પ્રચંડ’માં ઉડાન ભરી. તેઓ હેલિકોપ્ટર પ્રચંડમાં કો-પાઇલટ તરીકે ઉડાન ભરનારાં દેશનાં પ્રથમ રાષ્ટ્રપતિ બન્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ અગાઉ ફાઈટર પ્લેન સુખોઈ અને રાફેલમાં પણ ઉડાન ભરી ચૂક્યા છે, જે ક્ષમતા ધરાવનાર તેઓ દેશના એકમાત્ર રાષ્ટ્રપતિ છે.

https://x.com/ians_india/status/2027248889867472904?s=20

મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ મુર્મુ સવારે લગભગ 9:15 વાગ્યે જેસલમેર વાયુસેના સ્ટેશન પહોંચ્યાં હતાં. સેનાના અધિકારીઓએ તેમને હેલિકોપ્ટર પ્રચંડ વિશે બ્રીફિંગ આપ્યું. આ પછી રાષ્ટ્રપતિ હેલિકોપ્ટરના કોકપિટમાં બેઠાં. પછી સવારે લગભગ 10:15 વાગ્યે ગ્રુપ કેપ્ટન એન.એસ.બહુઆ સાથે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી. આ ઉડાન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારત-પાકિસ્તાન સરહદી વિસ્તારો અને પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, જે વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

જૈસલમેરના સોનાર કિલ્લા ઉપર ‘પ્રચંડ’ હેલિકોપ્ટરમાં ઉડાન ભરતા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંદેશ આપ્યો. તેમણે કહ્યું, “હું આજે પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરી રહી છું. પ્રચંડ હેલિકોપ્ટર આત્મનિર્ભરતાનું એક શક્તિશાળી પ્રતીક છે. હું હાલમાં જેસલમેરના પ્રખ્યાત કિલ્લા ઉપર ઉડાન ભરી રહી છું. હું દેશના બહાદુર સૈનિકોનો ગર્વ સાથે આભાર માનું છું. બધાને મારી પ્રેમ ભરી શુભેચ્છાઓ. જય હિંદ, જય ભારત.”

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *