અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા સંચાલિત ઘરડાઘર દ્વારા ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

અવ્વલ ફાઉન્ડેશન હંમેશાથી જ આર્થિક રીતે વંચિત લોકો, વૃદ્ધ નિઃસહાય લોકો, ગરીબ બાળકોના ભણતર, તીર્થ યાત્રા અને સામુહિક વિવાહ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરીને સમાજના હિતના માટેના કાર્યો કરતું આવ્યું છે.

ભવ્ય નવ માં સમુહલગ્ન મહોત્સવ પ્રસંગે “મેરી અપની દુનિયા” ના ફાઉન્ડર શ્રીમતી દીપા રવિન્દ્ર કુમાર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

” દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન ” આ પંક્તિને ધ્યાનમાં રાખીને અભિસાર કલાલ દ્વારા “અવ્વલ કન્યાગૃહ અનાથ આશ્રમ”ની શરૂઆત અવ્વલ કન્યાગૃહ, દેવભૂમિ એપાર્ટમેન્ટ બલોલ નગર રાણીપ ખાતે કરવામાં આવ્યું.

 

અવ્વલ ફાઉન્ડેશન ઘાટલોડિયા (ઘરડાઘર)ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અભિસાર કલાલના નેતૃત્વ હેઠળ 22મી ફેબ્રુઆરી, 2024- રોજ 9માં સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નનું આયોજન ગાંધીનગરમાં કોબાસર્કલ પાસે આવેલ પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે કરવામાં આવ્યું.

17 નવ- દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા

અવ્વલ ફાઉન્ડેશનના શીતલ અભિસાર કલાલે જણાવ્યું હતું કે, “તમામ જાતિ, ધર્મ અને સમાજની દીકરીઓ માટેના સંગઠન અને સામુહિક લગ્ન કાર્યક્રમના અમલીકરણમાં ઘણાં દાતાશ્રીઓ યોગદાન આપીને મહિલાઓને સશક્તિકરણ કરવામાં અમને ટેકો આપે છે. 2013 થી દર વર્ષે અમે સામુહિક વિવાહનું આયોજન કરીએ છીએ અને અત્યાર સુધીમાં વિવિધ સમુદાયોની ઘણી દીકરીઓએ તેનો લાભ લીધો છે. આ ઈવેન્ટની વિશેષતા એ રહી છે કે દરેક ઈવેન્ટમાં લગભગ તમામ ઘરવાળાઓ સમાવિષ્ટ નવવિવાહિત યુગલોને 100 થી વધુ વસ્તુઓ ભેટમાં આપવામાં આવે છે.”

Share This Article