મહિલા સશક્તિકરણની ફિલ્મ ‘શક્તિ’ પર વિરોધ, ડિરેક્ટરે લીધો મહત્વનો નિર્ણય

Chintan Suthar

જ્યારે અર્થસભર અને સામાજિક વિષયો પર ફિલ્મો બની છે ત્યારે ક્યાંકને ક્યાંક તેનો વિરોધ પણ થતો હોય છે. બોલીવુડ બાદ હવે ઢોલીવુડ એટલે કે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આગામી સમયમાં રિલીઝ થનાર શક્તિ ફિલ્મને લઈ વિરોધ શરૂ થયો છે. ફિયરલેસ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ શક્તિ આગામી 27 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ગુજરાતમાં રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું દમદાર ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેણે મહિલા સશક્તિકરણની એક નવી જ વ્યાખ્યા રજૂ કરી છે. જોકે આ ફિલ્મની રિલીઝ પહેલા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વાડીયા ગામના ગ્રામજનોએ થરાદ-વાવ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને ફિલ્મ “શક્તિ”*ના રીલીઝનો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ આંદોલન દરમિયાન આત્મવિલોપનની ધમકી પણ આપી હતી.

https://www.youtube.com/watch?v=Ktljfy0lsps

જોકે ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદીએ શાંતિ અને સૌહાર્દ જળવાય રહે તે હેતુથી ફિલ્મમાંથી વાડીયા ગામનું નામ કાઢી નાખવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય દ્વારા ફિલ્મની ટીમે સ્પષ્ટ કર્યું છે કે *“શક્તિ”*નો હેતુ કોઈ વ્યક્તિ, ગામ કે સમાજને ઠેસ પહોંચાડવાનો નથી — ફિલ્મ માત્ર મહિલાઓના સન્માન અને ન્યાય માટેની લડત રજૂ કરે છે.

નિલેશ સખીયા અને હસમુખ રામાણી દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મોના થીબાની સાથે ચેતન દૈયા, દિનેશ લાંબા, લિપી ત્રિવેદી અને શ્રી કાકડે સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મને પૂર્વેશ દવેનું સંગીત અને પ્રહલાદ કે.ની સિનેમેટોગ્રાફીથી સજાવવામાં આવી છે. વાર્તા અને સ્ક્રિપ્ટ ભાવિન ત્રિવેદી અને બ્રિજેશ પંચાલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અન્યાય સામે લડતી આધુનિક નારીની આ વાર્તા 27 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં પ્રેક્ષકોનું મનોરંજન કરવાની સાથે વિચારતા પણ કરી મૂકશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *