આજે મહાશિવરાત્રી, રાજ્યભરના શિવાલયોમાં ભક્તો ઉમટ્યા

Chintan Suthar
By Chintan Suthar 2 Min Read

આજે, 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ છે. આ પર્વ પર રાત્રિના ચાર પ્રહરમાં શિવ પૂજા થાય છે. શિવરાત્રિ પૂજાના મુહૂર્ત સાંજે 6.11 થી શરૂ થઈ રહ્યા છે. આજના દિવસે ભોળાનાથના ભક્તોની ભીડ ઉમટી પડે છે. ત્યારે જો તમે સોમનાથ મહાદેવના મંદિરે જવામાં સક્ષમ નથી, તો સોમનાથના પૂજારી તમને ઘરે બેઠા મહાદેવની પૂજા કરાવશે.

આજે દેવાધિદેવ મહાદેવ (Mahadev) અને માતા પાર્વતી (Parvati) ના લગ્નની તિથિ એટલે કે, અતિપાવન પર્વ મહાશિવરાત્રી છે. આ દિવસે ભક્તો (Devotees) પર ભગવાન શિવની કૃપા ખાસ વરસતી હોય છે. મહાશિવરાત્રીના પાવન પર્વ પર રાજ્યભરના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા છે. આજના દિવસે (Today) ભગવાની એક ઝલક માટે ભાવિકો પડાપડી કરી રહ્યા છે. કહેવાય છે કે, મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન ભોળાનાથ (Lord Bholanath) ના દર્શન અને પૂજા પાઠથી મનની તમામ મનોકામના પૂર્ણ થાય છે. માટે આજના દિવસે ભગવાનને રિઝવવા માટે ભક્તો શિવલિન થયા છે.

સોમનાથ મહાદેવ મંદિરના કપાટ આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા. મહાશિવરાત્રી નિમત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. પાવન પર્વ પર મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજા અને પ્રસાદની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મંદિર નજીક દરિયાકાંઠે માટીના પાર્થિવ શિવલિંગની ત્રણ પ્રહરની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારો પરિવારો પૂજાનો લાભ લેશે. મહાશિવરાત્રીએ ભક્તો મહાદેવના દર્શનથી વંચિત ના રહે માટે સતત 42 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે.

 

Share This Article