ઉત્તર કોરિયાના તાનાશાહે પોતાના ઉત્તરાધિકારીની કરી જાહેરાત, જાણો કોણ બનશે બોસ

Chintan Suthar

ઉત્તર કોરિયાના તાનાશાહ અને સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી છે. ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસ (NIS)એ કહ્યું છે કે, સર્વોચ્ચ નેતાએ પોતાની લગભગ 13 વર્ષની પુત્રી ‘કિમ જૂ-એ’ને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની જાહેરાત કરી છે.

દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સી, નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસ (NIS) એ આજે ​​સંસદના સભ્યોને બંધ બારણે આપેલી બ્રીફિંગમાં આ જાહેરાત કરી. NIS એ જણાવ્યું કે કિમ જુ એ હવે “ઉત્તરાધિકારી નિમણૂકના તબક્કા” પર પહોંચી ગઈ છે. અગાઉ, NIS તેમને ‘ઉત્તરાધિકાર તાલીમ’માં હોવાનું વર્ણવતું હતું, પરંતુ હવે મૂલ્યાંકન બદલાઈ ગયું છે. આનો અર્થ એ છે કે ઉત્તર કોરિયામાં કિમ પરિવારની ચોથી પેઢીને સત્તા સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી કિમ જૂ-એ પિતા સાથે અનેક મોટા કાર્યક્રમોમાં જોવા મળી છે.

કોણ છે કિમ જોંગ ઉનની પુત્રી કિમ જુ?

કિમ જૂ એ વિશે બહુ ઓછી માહિતી જાહેરમાં ઉપલબ્ધ છે. તેણી લગભગ 13 વર્ષની હોવાનું માનવામાં આવે છે અને તેનો જન્મ 2013 માં થયો હતો. તેણી પહેલી વાર નવેમ્બર 2022 માં લાંબા અંતરના મિસાઇલ પરીક્ષણ દરમિયાન દેખાઈ હતી. ત્યારથી, તેણી તેના પિતા સાથે શસ્ત્રો પરીક્ષણો, લશ્કરી પરેડ, ફેક્ટરી ઉદઘાટન અને તાજેતરમાં, કોરિયન પીપલ્સ આર્મીની સ્થાપના વર્ષગાંઠ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં દેખાઈ છે.

ઉત્તર કોરિયાની નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસનો દાવો છે કે, કિમ જૂ-એ કોઈ શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો નથી, પરંતુ તેણે પ્યોંગયાંગમાં પોતાના ઘરે જ શિક્ષણ મેળવ્યું છે. તેણીને ઘોડેસવારી, સ્કીઈંગ અને તરવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. જ્યારે કિમ જોગ ઉન 2022માં એક મિસાઈલ લોન્ચિંગ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા, ત્યારે તેમની સાથે તેમની પુત્રી પણ પ્રથમવાર જાહેરમાં જોવા મળી હતી. ત્યારબાદ તે અનેક કાર્યક્રમોમાં જોવા મળી છે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *