7–8 માર્ચે કચ્છમાં યોજાશે ‘ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026’, કલા, સંસ્કૃતિ અને સમાજને મળશે વૈશ્વિક મંચ

Chintan Suthar

ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સમાજના પ્રતિભાશાળી યોગદાનને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવાના હેતુથી ‘ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ 2026’નું આયોજન 7 અને 8 માર્ચે કચ્છમાં કરવામાં આવશે. આ ભવ્ય આયોજન AR9 Holidays Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે ડિનર નાઈટ અને 8 માર્ચે મુખ્ય એવોર્ડ સમારોહ કચ્છના પ્રસિદ્ધ ‘વ્હાઈટ રણ ઓફ કચ્છ’ ખાતે યોજાશે.
આ એવોર્ડ્સ અંતર્ગત કલા, સંસ્કૃતિ, હસ્તકલા, ફિલ્મ અને સંગીત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને 40થી વધુ કેટેગરીમાં સન્માનિત કરવામાં આવશે. વિજેતાઓની પસંદગી પારદર્શક રીતે પ્રસિદ્ધ જ્યુરી દ્વારા કરવામાં આવશે.
આ આયોજનના સંચાલન અને માર્ગદર્શન શ્રી ઉત્સવ ઠક્કર, શ્રી જિગર સોઢાજી અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, આ એવોર્ડ્સ માત્ર એવોર્ડ સમારોહ નહીં પરંતુ ગુજરાતી ગૌરવ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને ઉજાગર કરતો સાંસ્કૃતિક ઉત્સવ છે.

AR9 Holidays Pvt. Ltd.ના ડિરેક્ટર અને કચ્છ યાત્રા નિષ્ણાત શ્રી અશોક પટેલભાઈએ જણાવ્યું હતું કે, “7 માર્ચની ડિનર નાઈટ અને 8 માર્ચનો એવોર્ડ નાઈટ માત્ર કાર્યક્રમ નથી, પરંતુ ગુજરાતી કલા, પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાનો સંગમ છે.”

આ એવોર્ડ્સ દ્વારા ગુજરાતના કલા અને સંસ્કૃતિને વિશ્વભરમાં વસતા ગુજરાતી સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પ્રખ્યાત સંસ્થા ‘Incredible India’ સાથે મળીને આ આયોજનને વધુ વૈશ્વિક ઓળખ અપાવવાનો પ્રયાસ છે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સનો મુખ્ય હેતુ વિશ્વમાં વસતા ગુજરાતી સમુદાય સુધી ગુજરાતની કલા, સંસ્કૃતિ, સિનેમા, સંગીત અને હસ્તકલાની પ્રતિભાને પહોંચાડવાનો છે. આ એવોર્ડ્સ ગુજરાતની પરંપરા અને આધુનિક વિચારો વચ્ચેનો સેતુ બનશે.

9 કેટેગરી સાથે આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની ‘ફર્સ્ટ એડિશન’ની શરૂઆત થઈ રહી છે, જે આગામી સમયમાં ગુજરાતી ગૌરવનું એક પ્રતિક બની રહેશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *