બોપલ પોલીસની કાર્યવાહી, શેલામાંથી લાખોની કિંમતનો દારૂનો જથ્થો પકડ્યો

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદમાં નવા ડેવલપ થઈ રહેલા શેલામાં એક મકાનમાં પોલીસે દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બોપલ પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્ય બોપલ પોલીસે શેલા ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹1,30,790/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

મહત્ત્વનું છે કે, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેલા ગામના નાનો ઠાકોર વાસમાં રહેતો બળવંત વિષ્ણુજી પરમાર ઘરમાંથી વિદેશી દારૂનો વેપલો કરે છે. જે આધારે પોલીસે ટીમ સક્રિય કરી વોચ ગોઠવી હતી. અંતે ઘરે દરોડા પાડવામાં આવતા પેટી પલંગની નીચે દારૂના બોટલોની ખેપ મળી આવી હતી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, શેલા ગામના નાનો ઠાકોર વાસમાં રહેતો બળવંત વિષ્ણુજી પરમાર ઘરમાંથી વિદેશી દારૂનો વેપલો કરે છે. જે આધારે પોલીસે ટીમ સક્રિય કરી વોચ ગોઠવી હતી. અંતે ઘરે દરોડા પાડવામાં આવતા પેટી પલંગની નીચે દારૂના બોટલોની ખેપ મળી આવી હતી.

Share This Article