પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભયાનક બ્લાસ્ટ

Chintan Suthar

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના શહઝાદ ટાઉન વિસ્તારમાં આવેલી શિયા મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન ભયાનક હુમલો થયો હતો.બ્લાસ્ટ બાદ આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ બ્લાસ્ટમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની આશંકા છે. ધમાકા બાદ ઇસ્લામાબાદના પોલીસ પ્રમુખે સમગ્ર શહેરમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અધિકારીઓને આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.

આ પહેલા પણ 11 નવેમ્બર 2025ના રોજ ઇસ્લામાબાદના G-11 વિસ્તારમાં જિલ્લા અને સત્ર ન્યાયાલયની બહાર આત્મઘાતી હુમલો થયો હતો. તે હુમલામાં 12 લોકોના મોત થયા હતા અને 30 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *