ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં શ્રેયસ ઐયરને ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. હાલમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક હોસ્પિટલના ICUમાં છે. આંતરિક રક્તસ્ત્રાવ થતાં ઐયરને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો.અહેવાલો અનુસાર, આગામી પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે, શ્રેયસ ઐયરને શનિવારે (26મી ઑક્ટોબર) મેચ દરમિયાન હર્ષિત રાણાની બોલિંગ પર કેચ લેતી વખતે, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એલેક્સ કેરીનો કેચ લેતી વખતે જમીન પર પડી ગયો અને પીડાથી કણસતો જોવા મળ્યો હતો. દુખાવો એટલો તીવ્ર હતો કે તે જમીન પર સૂઈ ગયો. જોકે, તેણે ઉત્તમ ફિલ્ડિંગ કર્યું અને કેચ છોડ્યો નહીં.
બાદમાં તે મેદાન છોડી દીધું, અને તેની જગ્યાએ યશસ્વી જયસ્વાલને લેવામાં આવ્યો. હવે એવું બહાર આવ્યું છે કે ઈજાને કારણે આંતરિક રક્તસ્ત્રાવ થયો હતો, જેના કારણે તેને સિડનીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા દિવસોથી તે ICUમાં છે.
