પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ૨૭મી સપ્ટેમ્બરથી મોહાલીના ફોર્ટિસ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેની હાલત સતત બગડતી જ રહી હતી. તેને વેન્ટિલેટર પર રખાયો હતો. 11 દિવસ સુધી જીવન માટે સંઘર્ષ કર્યા બાદ આજે સિંગરે અંતિમ શ્વાસ લીધા. છેલ્લા 10 દિવસમાં તેની તબિયતમાં કોઈ સુધારો ન થવાના અહેવાલ હતા. માત્ર 35 વર્ષની યુવાન વયે તેનું આ અણધાર્યું અવસાન ઇન્ડસ્ટ્રી અને પરિવાર માટે આઘાતજનક છે અને તેમના ચાહકો પણ શોકમાં છે.
જણાવી દઈએ કે,રાજવીર જવંદા ચાર અન્ય મિત્રો સાથે બાઇક પર સવારી કરી રહ્યા હતા. અચાનક એક પ્રાણીએ તેમની બાઇકને ટક્કર મારી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર માથું અથડાતાં તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.
રાજવીર જાવંદા પંજાબી સંગીત અને સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવનાર કલાકાર હતો. તેના હિટ ગીતોમાં ‘સરનેમ’ (Surname), ‘કમલા’ (Kamla), ‘મેરા દિલ’ (Mera Dil) અને ‘સરદારી’ (Sardari)નો સમાવેશ થાય છે. પંજાબી ફિલ્મોમાં તેમના નોંધપાત્ર કાર્યોમાં જિંદ જાન, મિંડે તસીલદારની અને કાકા જી જેવી ફિલ્મો સામેલ છે.
