અમદાવાદમાં ગુનેગારોમાં કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર હોય તેવું લગાતું જ નથી! કારણ કે, ફરી એકવાર ક્રુર હત્યા થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મેઘાણીનગર વિસ્તારમાં જૂની અદાવતનું વેર રાખી કરાયેલા હુમલામાં એક યુવકનું અપહરણ કરીને 8 લોકો દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
શુક્રવારે મેઘાણીનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં 23 વર્ષીય નિતિન પટણી નામના યુવકનું જાહેરમાં અપહરણ કરીને ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું છે. આ અંગે મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના જૂની અદાવતના કારણે સર્જાઇ હતી.
આ હુમલાખોરોની ઓળખ સતીશ ઉર્ફે સટિયા વિઠ્ઠલભાઈ પટણી, વિશાલ ઉર્ફે બુમો કિશનભાઈ દંતાણી, મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી, રાજ ઉર્ફે સેસુ, તેમજ બાવા અને સાજન તરીકે ઓળખાતા બે અન્ય લોકો તરીકે થઈ છે. હાલ પોલીસે આ મામલે 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.જોકે, પ્રશ્ન છે કે, આવા લોકોમાં ખુલ્લેઆમ હત્યા જેવો ગુનો કરવાની હિંમત આવી ક્યાંથી? પોલીસ અમદાવાદ પોલીસે કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં સાર્થક નથી? હાલમાં જ ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 8ના વિદ્યાર્થીએ તેના મિત્રો સાથે મળી હત્યા કરી દીધી હતી. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં જાહેરમાં યુવકની હત્યાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.