લોકોને પ્રેરણા મળે એ અંદાજમાં કશિશ રાઠોરે ઉજવ્યો જન્મદિવસ

Chintan Suthar

જાણીતી અભિનેત્રી, પ્લેબેક સિંગર અને આર્કિટેક કશિશ રાઠોરે પોતાના જન્મ દિવસને અલગ જ અંદાજમાં લોકોને પ્રેરણા મળે તે રીતે ઉજવ્યો હતો. હમરાહી ફાઉન્ડેશનના માધ્યમથી યોજાયેલ આ પ્રદર્શનમાં કશિશ રાઠોરે લીધેલ ફોટો તેમજ ચિત્રો,દિવ્યાંગ કલાકાર જય ગાંગડીયા, નામી કલાકારો નયનાબેન મેવાડા, હંસાબેન પટેલ તેમજ નીલ પંચાલ, બ્રિજકિશોર,યુવરાજ જાડેજા વગેરેના પેઇન્ટિંગ રજૂ થયા .

“ધ મેમરી લેન્ડ” નું ઉદ્ઘાટન સાંસ્કૃતિક સેલના પ્રમુખ શ્રી જનક ઠક્કર તેમજ ગુજરાતના બિગ બી તરીકે જાણીતા શ્રી બંકિમ પાઠકના હસ્તે થયું. હમરાહી ફાઉન્ડેશનના સ્થાપક કશિશ રાઠોર નો મુખ્ય હેતુ હતો દિવ્યાંગ કલાકારને સાથ આપવાનો તેમજ તેમનામાં રહેલી કળા ને લોકો સુધી પહોંચાડવાનો છે અને તે દરેક વખતે પોતાના જન્મદિવસને અલગ રીતે જ ઉજવે છે.

કશિશ રાઠોરના મંત્ર “કલા ને સેવા નું સાધન બનાવો” ને લીધે જ “ધ મેમરી લેન્ડ” માં દેશ વિદેશમાં પ્રખ્યાત યતીન પંડયા સર, સમીર કક્કડ સાથે દિવ્ય ભાસ્કર ના ceo સંજીવ ચૌહાણ,પ્રો ગુંજારિયા, એક્ટર જીતેન્દ્ર ઠક્કર, ઉધોગપતિ અનિલ અગરવાલ અને ભરત છાજર,કુલીન પંડ્યા,યોગેશ ગઢવી, VBA ફિલ્મસિટીના તન્મય, z cadના મનીષ, રાજુ કડીઆ,રાજેશ બારૈયા, ઉષા ભાટીયા તેમજ અનેક જાણીતા ચેહરા હાજર હતાં સેવાના ઉદ્દેશ સાથે યોજવામાં આવેલ આ પ્રદર્શનમાં પ્રદર્શિત કૃતિઓ, કશિશ રાઠોરની યાદગાર પળો રજુ કરતી તસવીરો તેમજ તેમની કૃતિના વેચાણથી જમા રકમનો ઉપયોગ હમરાહીના અન્ય કાર્યક્રમની જેમ સેવાકાર્ય માટે થશે.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *