સોનમ-રાજા રઘુવંશી સાથે જોડાયેલા હનીમૂન હત્યા કેસ પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે બોલીવુડ અભિનેતા આમિર ખાન આ ફિલ્મ બનાવવાનો છે. મેઘાલય હત્યા કેસમાં જ્યારે દુલ્હન સોનમે તેના પતિ રાજા રઘુવંશીની હત્યાનો ગુનો કબૂલ કર્યો ત્યારે કેસના પડઘા પડવા લાગ્યા હતા.આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.
જો આ કેસ પર ફિલ્મ બનાવવામાં આવે છે તો શું આમિર ખાન રાજા રઘુવંશીની ભૂમિકા ભજવશે તે ફક્ત તેનું નિર્માણ કરશે? ત્યારે સોનમની ભૂમિકા માટે કઈ અભિનેત્રીને પસંદ કરશે આ ખરેખર રસપ્રદ સવાલ છે.મહત્વનું છે કે બોલિવૂડના પ્રોડ્યુસર અને એક્ટર આમિર ખાનને હાલમાં જ ફિલ્મ ‘સિતારે જમીન પર’ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે.