વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ બે ટી20 મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. રસેલને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. રસેલ આ શ્રેણીની પ્રથમ બે મેચ રમશે અને તેની 14 વર્ષની લાંબી કારકિર્દી પર પૂર્ણવિરામ મુકશે. ઈએસપીએનના રિપોર્ટ મુજબ, રસેલ તેના હોમ ગ્રાઉન્ડ જમૈકાના સબિના પાર્ક ખાતે રમાનારી પ્રથમ બે મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરશે.
રસેલે 2012 અને 2016 માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ભાગ હતો. 2019થી તેણે મુખ્યત્વે સૌથી ટૂંકા ફોર્મેટમાં રમવાનું પસંદ કર્યું છે, જોકે તેણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પણ કરી છે.
T20 લીગમાં લોકપ્રિય ખેલાડી
આન્દ્રે રસેલ વિશ્વભરની વિવિધ T20 લીગમાં ખૂબ જ લોકપ્રિય ખેલાડી છે, જેમાં IPL, BBL, કેરેબિયન પ્રીમિયર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વગેરેનો સમાવેશ થાય છે.
IPLમાં 140થી વધુ મેચો રમી
રસેલ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે એક મુખ્ય ખેલાડી રહ્યો છે અને તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે IPLમાં 140 થી વધુ મેચો રમી છે અને 2,651 થી વધુ રન બનાવ્યા છે, જેમાં 12 અડધી સદીઓ અને 88* નો સર્વોચ્ચ સ્કોર સામેલ છે. તેણે IPLમાં 123 થી વધુ વિકેટો પણ લીધી છે.