અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માછંગ (તા. દહેગામ, જી.–ગાંધીનગર) ખાતે તારીખ 3 જુલાઈ ગુરુવારના રોજ શ્રી સયા ફાઉન્ડેશન, આંતરિક સ્ટાફ અને સામાજિક સહયોગીઓની હાજરીમાં શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં કુલ ૧૫૦ વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્કૂલ બેગ, પેન, પેન્સિલ સહિત અન્ય આવશ્યક stationary વિતરણ કરવામાં આવી.
આ પ્રસંગે શાળાના વડા શિક્ષકે જણાવ્યું કે, “આ વિતરણ અમારી શૈક્ષણિક વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે શિક્ષણમાં સમાનતા લાવશે.”
આ વિતરણને કારણે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી શિક્ષણવર્ષ માટે તેમની તૈયારી વધુ મજબૂત બનશે. શ્રી સયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મિતેષ અતુલભાઈ પંચાલ તેમને વ્યક્ત કર્યુ કે, “વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ એ આપણા અભિમુખ્ય ધ્યેય છે. શિક્ષણનું સશક્તિકરણ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”