Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 17 જૂન, 2025ના રોજ 13 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું. એકસાથે 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમા રાજકોટના કલેક્ટર અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનરની બદલીનો ઓર્ડર પણ કરવામાં આવ્યો છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે જુનાગઢના મ્યુનિસિપલ કમિશનર ઓમપ્રકાશને પ્રભવ જોશીની જગ્યાએ મુકવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. જેથી હવે ઓમ પ્રકાશ રાજકોટના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળવાના છે. ઉલ્લેખનીય છે કે બદલીની લિસ્ટમાં અશ્વિની કુમારની સાંસ્કૃતિક વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. તેઓ પહેલા શહેરી વિકાસ મંત્રાલયનું કામ જોતા હતા. હવે અશ્વિની કુમારને હવે સાંસ્કૃતિક વિભાગની સાથે રમતગમત વિભાગના અગ્રસચિવ પણ બનાવવામાં આવ્યા છે.

Share This Article