પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાલે અંતિમ સંસ્કાર કરાશે, નિવાસ સ્થાને અંતિમ દર્શન પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં અંતિમયાત્રા

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

12 જૂનની બપોરે 1 વાગ્ચેને 40 મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું.ત્યારે આજ રોજ તેમનાં DNA મેચ થઇ જતા તેમનાં પાર્થિવ દેહને સંપુર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

જોકે સરકારે વિજય રૂપાણીના પરિવારને જ આ મામલે કાર્યક્રમ નક્કી કરવા માટેની છુટ આપી હતી. જે અનુસંધાને તેમનાં પરિવાર દ્વારા સરકારને અપાયેલા માર્ગદર્શન અનુસાર તેમના અંતિમ સંસ્કારનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કાલે સાંજે 4થી 5 વાગ્યા દરમિયાન નિવાસ સ્થાને પાર્થિવ દેહના દર્શન માટે મુકાશે. ત્યાં તેમને સંપુર્ણ રાજકીય સન્માન આપવામાં આવશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યા બાદ તેમના સંપુર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Share This Article