ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ બાળપણની મિત્ર સાથે કરી લીધી સગાઈ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવને તેના સપનાની રાજકુમારી મળી ગઈ છે. ‘ચાઇનામેન બોલર’એ લખનૌમાં તેની બાળપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી. વંશિકા હાલમાં LICમાં કામ કરે છે. વંશિકા કુલદીપ યાદવની બાળપણની મિત્ર છે. વંશિકા કાનપુરની રહેવાસી છે.

રિંકુ સિંહ સહિત ઘણા ભારતીય ખેલાડીઓએ પણ કુલદીપ યાદવની સગાઈમાં હાજરી આપી હતી.બંનેએ સગાઈનો ફોટો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમ પર શેર કર્યો નથી. તેમ છતાં, તેમની સગાઈની કેટલીક તસવીરો લીક થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

https://x.com/OneCricketApp/status/1930231918773068258

મહત્વનું છે કે ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં 20 જૂનથી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. કુલદીપ પણ આ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સાથે જવાનો છે. કુલદીપ ગયા વર્ષે ઓક્ટોબર પછી પહેલી વાર ટેસ્ટ મેચ રમતો જોવા મળી શકે છે.

Share This Article