ખુલ્લામાં ધૂમ્રપાન કરશો તો 13 હજાર રૂપિયા દંડ ભરવો પડશે

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

વિશ્વમાં ઘણા એવા દેશો છે કે જ્યાં ખુલ્લામાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે, જેમાં નોર્વે, ન્યુઝીલેન્ડ, માલ્ટા, ઇટાલી, સ્વીડન, સ્કોટલેન્ડ, જેવા અનેક દેશો સામેલ છે. જો કે હવે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ હોય એવા દેશોમાં વધુ એક નામ જોડાઈ ગયું છે.ફ્રાન્સ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે ખુલ્લામાં ધૂમ્રપાન કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ પણ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને 13,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.

બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય

તમને જણાવી દઈએ કે ફ્રાન્સ સરકારે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. ફ્રાન્સના આરોગ્ય અને પરિવાર મંત્રી કેથરિન વોટ્રિને આ અંગે જાહેરાત કરી હતી. આ નિયમો 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

ફ્રાન્સના આરોગ્ય મંત્રી કેથરિન વોટ્રિને ગુરુવારે એક ઇન્ટરવ્યુ જાહેરાત કરી કે 1 જુલાઈથી ફ્રાન્સના તે સ્થળોએ ખુલ્લામાં ધૂમ્રપાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે જ્યાં બાળકોની સંખ્યા વધુ છે. આમાં દરિયાકિનારા, પાર્ક, બસ સ્ટોપ અને સ્પોર્ટ્સ-પ્લે ગ્રાઉન્ડ જેવા સ્થળો સામેલ છે. આ બધી જગ્યાએ ધૂમ્રપાન પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. જો કે, આ નવા નિયમો કાફેની છત પર લાગુ થશે નહીં. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક સિગારેટ પણ આ પ્રતિબંધની બહાર રહેશે.

Share This Article