નયનાબા જાડેજાએ ભાઈ રવિન્દ્ર જાડેજાને લઈ કરી માંગ

Chintan Gohil
By Chintan Gohil 1 Min Read

ગત શુક્રવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ODI ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામ પર એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રોહિત તેના પરિવાર સાથે ત્યાં હાજર હતો અને ખૂબ જ ભાવુક દેખાતો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઘણા ભારતીય ક્રિકેટરો પણ હાજર હતા.

ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબા જાડેજાએ પોતાના ભાઈને આવું સન્માન મળવું જોઈએ તેવી માંગ કરી છે. નયનાબા જાડેજાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સમક્ષ આ માંગ કરી છે. ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેને ફેસબુક પર એક પોસ્ટ મૂકીને રાજકોટના નિરંજન શાહ અથવા અમદાવાદના મોટેરા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવીન્દ્ર જાડેજાના નામે સ્ટેન્ડ બનાવવા માંગ કરી છે. આ સાથે તેમણે ચેતેશ્વર પૂજારા અને સલીમ દુરાનીના નામે પણ SCA સ્ટેડિયમમાં સ્ટેન્ડ બનવું જોઇએ તેમ જણાવ્યું હતું.

Share This Article