અમદાવાદમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ, સાયરન વાગતા લોકોને એલર્ટની સૂચના

sayyamnews
By sayyamnews Add a Comment 1 Min Read

ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના અનુસાર બુધવાર 7 મેના રોજ 18 જિલ્લાઓમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત પૂર્વ તૈયારીના ભાગરૂપે મોકડ્રીલનું આયોજન કરમાં આવ્યું. ત્યારે અમદાવાદ મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે જીએમડીસી ગ્રાઉન્ડ બિલ્ડીંગ માં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ મોકડ્રીલ માં નાગરિકોને યુદ્ધ ના સમયે કેવી રીતે બચાવ કરી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સિવિલ ડિફેન્સ સાથે હોમગાર્ડ યુનિટ પણ સાથે રહી હતી.

મોકડ્રીલમાં  દિલીપ ઠાકર નાયબ નિયંત્રક અને નાગરિક સંરક્ષણ કોર્પ્સના સંયુક્ત સચિવ બાબુભાઈ ઝડફિયા ચીફ વોર્ડન, નાગરિક સંરક્ષણ કોર્પ્સ હર્ષદ નાયક, પરેડ કમાન્ડર અને ડેપ્યુટી ચીફ વોર્ડન, નાગરિક સંરક્ષણ કોર્પ્સ ડૉ. અમિત ચૌહાણ, ડેપ્યુટી પરેડ કમાન્ડર અને ડિવિઝનલ વોર્ડન, યોગેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા ડિવિઝનલ વોર્ડને હાજર રહીને સૌનું માર્ગદર્શન કર્યું હતું

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *