રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત દ્વારા આયોજિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના સહયોગથી પહેલી જાન્યુઆરી 2026ના રોજ સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025માં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટે રાઠવી લોકનૃત્યમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાઠવી સંસ્કૃતિ, સમાજ તથા શાળાનું નામ સમગ્ર રાજ્યમાં ઉજાગર કર્યું છે.
પ્રસ્તુત સ્પર્ધામાં ગુજરાતમાંથી 14 ટીમોએ ભાગ લીધો હતો જેમાં ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટે પ્રથમ ક્રમાંક મેળવીને આ સિદ્ધિ પોતાને તાબે કરી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે કવાંટની આ સાંસ્કૃતિક ટીમે ડીસે. 23 થી 25 દરમિયાન નવસારી ખાતે યોજાયેલ ઝોનલ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવીને રાજય લેવલે પ્રવેશ કર્યો હતો.
શાળાની આ અદ્વિતિય સિદ્ધિ બદલ ડૉન બોસ્કો હાઇસ્કુલ કવાંટના મેનેજર ફાધર ડૉ. મયંક પરમાર, આચાર્ય ફાધર અજય, ફાધર આગ્નેલ, એડમીનીસ્ટ્રેટીવ બ્રધર મેલ્વિન, બ્રધર અંકિત, શાળાનો સ્ટાફ તથા સર્વ વિદ્યાર્થીઓએ ગૌરવની લાગણી સાથે પોતાની સાંસ્કૃતિક ટીમ તથા તેમને આ કક્ષાએ પહોંચાડવામાં કોચની ભૂમિકા અદા કરનાર શાળાના શિક્ષક ગોવિંદભાઇ રાઠવા, ગાવિત ગણેશભાઇ તથા દિપકભાઇ રાઠવાને અભિનંદન પાઠવ્યા હતા. શાળાની અણમોલ સિદ્ધિમાં પરેશભાઇ રાઠવા તથા સવિતાબેન રાઠવાએ ખૂબ સહકાર આપ્યો હતો.