સુભાષ બ્રિજ અને ગિરધરનગર બ્રિજ પહેલેથી જ બંધ છે, તેવામાં હવે આગામી પાંચથી બાર જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ પણ બંધ રાખવામાં આવશે.બુલેટ ટ્રેનની કામર્ગીરીને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બુલેટ ટ્રેનની કામર્ગીરીને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તંત્ર દ્વારા એરપોર્ટ, ગાંધીનગરથી શાહીબાગ દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જતા વાહનચાલકોને ડફનાળા રિવરફ્રન્ટ થઈ શિલાલેખ સોસાયટી તરફના રસ્તે ડાયવર્ટ કરાશે.
સુભાષ બ્રિજ બંધ હોવાથી આ રસ્તા પર પહેલેથી જ ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. તેવામાં હવે વધુ વાહનો ડાયવર્ટ કરાતા ચક્કાજામ સર્જાશે. તેમજ રિક્ષા, બસ જેવા વાહનો રિવરફ્રન્ટ પર પ્રતિબંધિત હોય તેમના માટે કોઈ વૈકલ્પિક માર્ગ દર્શાવાયો નથી. ઉપરાંત દિલ્હી દરવાજા તરફ જતી સિટી બસના રૂટમાં પણ ફેરફાર કરાતા લોકોની હાલાકી વધી શકે છે.