સુપ્રીમ કોર્ટે મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવતા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજો દ્વારા NEETના નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા એડમિશનના કેસમાં કોર્ટે દરેક કોલેજ પર 10-10 કરોડ રૂપિયાનો(કુલ 100 કરોડ) ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદામાં આદેશ આપ્યો છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલી 100 કરોડ રૂપિયાની દંડની રકમ ‘રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ’ પાસે જમા કરાવવામાં આવશે, જેને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી તેના વ્યાજમાંથી વૃદ્ધાશ્રમો, નારી નિકેતન, વન સ્ટોપ સેન્ટર અને બાળ સંભાળ સંસ્થાઓનું રખરખાવ તેમજ સુધારણા કરવામાં આવશે.