ડૉ. પ્રગ્નેશ રાવલે Indian Council of Agricultural Research (ICAR), નવી દિલ્હી ખાતે આયોજિત Millionaire Farmers of India (MFOI) Awards 2025 દરમિયાન રાષ્ટ્રીય ખેડૂત સમુદાય, વૈશ્વિક એગ્રી-બિઝનેસ નેતાઓ તથા નીતિ નિર્માતાઓને સંબોધ્યા.
MFOI 2025 ના ત્રીજા દિવસે યોજાયેલા “Global Farmer Business Network – Opportunities for Domestic & International Trade” સત્રમાં વૈશ્વિક કૃષિ વેપાર, નિકાસ તકો, મૂલ્યવર્ધન અને ટકાઉ વ્યવસાય મોડેલ્સ પર ચર્ચા કરવામાં આવી.
ડૉ. પ્રગ્નેશ રાવલે જણાવ્યું કે તેઓ વ્યક્તિગત રીતે તથા Indian Agriculture Union Federation (IAUF) મારફતે ખેડૂતો માટે આવકના વૈવિધ્યપૂર્ણ અવસરો—કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, પ્રિસિઝન ફાર્મિંગ, સિલેજ પ્રોસેસિંગ, કાર્બન અને વોટર ક્રેડિટ જેવા ભવિષ્યલક્ષી મોડેલ્સ—પર કાર્ય કરી રહ્યા છે.
આ પ્રસંગે તેમણે શ્રીમતી દિલિયાના બ્લાગોવા (Global Floriculture Expert – Bulgaria), Mohamed Khalifa Bin Thaleth (Director General, Al Nakhli), શ્રી બિજુ અલ્બિન (Dubai), માનનીય શ્રી અજય મિશ્રા જી, માનનીય શ્રી રામદાસ આઠવલે (રાજ્ય મંત્રી, સામાજિક ન્યાય અને સશક્તિકરણ), ડૉ. રાજીવ કુમાર (ચેરમેન, નીતિ આયોગ), શ્રી ભગિરથ ચૌધરી (કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી) તથા શ્રી ગિરિશ ચંદ્ર (Ministry of State, ઉત્તર પ્રદેશ) સાથે મંચ વહેંચ્યો.
આ કાર્યક્રમ દરમિયાન ડૉ. પ્રગ્નેશ રાવલને Krishi Jagran દ્વારા ICAR, નવી દિલ્હી ખાતે માનનીય મંત્રીશ્રીના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમનું આયોજન Krishi Jagran, ICAR તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું.
