રવિવારે સાંજે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડી બીચ પર અનેક ગોળીબારના અવાજો સંભળાતા જ અફરાતફરી મચી ગઈ હતી. બે પાકિસ્તાની હુમલાખોરોએ ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ધડાધડ ફાયરિંગ કરીને 16 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ હુમલાખોરની ઓળખ સાજીદ અકરમ અને નવીદ અકરમના નામથી થઇ છે. જે સંબંધમાં બાપ દિકરા હોવાનું જાણવા મળ્યું છે.
https://x.com/Osint613/status/2000122640380350520?s=20
અહેવાલ અનુસાર, 24 વર્ષનો આતંકી નવીદ અકરમ પાકિસ્તાની નાગરિક છે અને ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સનો ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવે છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ કમિશનર મેલ લાન્યોને જણાવ્યું કે 50 વર્ષીય આતંકી સાજિદ અકરમને પોલીસે ગોળી મારી દીધી, જ્યારે 24 વર્ષીય નવીદ અકરમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 40 ઘાયલ થયા છે.