હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે. તુલસી વિના કોઈ પણ પૂજા અધૂરી ગણાય છે. ખાસ કરીને કાર્તિક મહિનામાં તુલસી વિવાહનો તહેવાર અત્યંત શુભ માનવામાં આવે છે.
તુલસી વિવાહ પર શુભ સંયોગ
આ તહેવાર દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે.તુલસી વિવાહનો તહેવાર 2 નવેમ્બર, 2025 ના રોજ ઉજવવામાં આવશે.પંચાંગ મુજબ, આ વર્ષે તુલસી વિવાહ દરમિયાન હંસ રાજ યોગ, દ્વિપુષ્કર અને સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યા છે. આ દિવસે, ત્રિપુષ્કર યોગ સવારે 07.31 થી 05.03સુધી જોવા મળશે, અને સર્વાર્થસિદ્ધ યોગ ૩ નવેમ્બર, 2025ના રોજ સવારે 05.03થી 06.07 સુધી જોવા મળશે.
જાણો શું છે મહિમા
આ દિવસે, તુલસી માતા અને ભગવાન શાલિગ્રામ (વિષ્ણુનું એક સ્વરૂપ) ના લગ્ન ખૂબ જ ભક્તિ અને ધાર્મિક વિધિ સાથે કરવામાં આવે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ શુભ પ્રસંગે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.આ દિવસે, ઘરોમાં એક સુંદર મંડપ શણગારવામાં આવે છે, તુલસીના છોડને કન્યા તરીકે દર્શાવવામાં આવે છે, અને ભગવાન શાલિગ્રામને વરરાજા તરીકે સ્થાપિત કરવામાં આવે છે, અને લગ્ન સમારોહ કરવામાં આવે છે.
