તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનુ વિસ્તરણ કરવામાં આવ્યું હતું.મંત્રી મંડળના વિસ્તરણ બાદ નવા ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે નવા ખાતાની ફાળવણી બાદ સીએમ પટેલની અધ્યક્ષતામાં આજ રોજ પ્રથમ કેબિનેટ બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકને થયેલ નુકસાન અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
આ સાથે જ સરકાર એવા નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે, ખેડૂતોને પગભર કરવા માટે સહાય આપવામાં આવશે, તેથી મુખ્યમંત્રીએ નુકશાનીનો સર્વે કરવાનો આદેશ આપી દીધો છે અને આ સર્વે માત્ર સાત દિવસમાં પૂરો કરી દેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, તે પછી ખેડૂતોને ઝડપીમાં ઝડપી સહાય પહોંચાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
