અમદાવાદ શહેરમાં આ વર્ષની નવરાત્રિ ખાસ રહી. શહેરના ગરબા મેદાનોમાં લોકોની ભીડ સાથેસાથે, અમદાવાદ મેટ્રો રેલે પણ આ તહેવાર દરમિયાન રાત્રિના પ્રવાસ માટે લોકોએ સૌથી વધુ પસંદગી આપી.નવરાત્રિના તહેવાર દરમિયાન અમદાવાદ મેટ્રોએ આ વર્ષે મુસાફરોની સંખ્યાના તમામ રેકોર્ડ તોડ્યો છે. આના કારણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર દરમિયાન ફક્ત દસ દિવસમાં જ 14.20 લાખ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી. આ સાથે મેટ્રોને કુલ 1.75 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો નવરાત્રિ સીઝનનો આંકડો ગણાય છે.ખાસ કરીને 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન ગરબાના આયોજનોને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવાઓના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો અને ટ્રેનો રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહી હતી.
જે સ્ટેશનો ગરબાના મુખ્ય મેદાનોની નજીક આવેલા છે ત્યાં આ સમયગાળા દરમિયાન દિવસભર મુસાફરોની ભારે અવરજવર જોવા મળી હતી. આમાં રિવરફ્રન્ટ, મણિનગર, થલતેજ, હેલ્મેટ ફોર રોડ્સ, વસ્ત્રાલ, એપેરલ પાર્ક ખોખરા અને વેજલપુર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
